અરજદાર નારેજા અનેસ અસગર અલી રહે,માંડવી-કચ્છ. તા. ૩૦/૦૪/૨૦૨૪ મો.નં.૮૧૨૮૩૫૭XXX
પ્રતિ, ઈજનેરશ્રી, પશ્ચિમ ગુજરાત વિજકંપની લીમીટેડ, માંડવી-કચ્છ.
વિષયઃ- દુર્ગાપુર ગામે ડીશના કનેકસનો ખસડી લેવા બાબત
જય ભારત સાથે ઉપરોકત વિષયે જણાવવાનું કે, અમો અરજદાર ઉપરોકત સ્થળે રહીએ છીએ અને ડ્રાઈવીંગનો ધંધો કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ તથા સામાજિક કાર્યોમાં પણ ભાગ લઉં છુ અને સમાજનાં હિત માટે માંડવી તેમજ માંડવી તાલુકામાં સામાજિક કાર્યોમાં ભાગ લઉં છું. અને મારી અવર-જવર વારંવાર માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે થતી રહે છે. અને તે ગામના સામાજીક કાર્યકરો દ્વારા અમોને જાણવા મળેલ કે આ ગામે પી.જી.વી.સી.એલ કચેરીનાં વીજળીનાં થાંભલાઓ આવેલા છે તેના ઉપર બિનજરૂરી ડીશનાં કેબલો આવેલા છે અને તે કેબલો વીજળીનાં તારો સાથે વીંટળાયેલા છે જેથી શોટશર્કીટ થવાની પુરેપરી સંભાવના છે અને જો શોટશર્કીટ થશે તો જાનહાનિ થવાની પુરેપુરી સંભાવનાં છે. અને માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ પશુ-પક્ષીઓની જાનહાનિ થવાની પણ પુરીપુરી સંભાવના છે. જેથી આપ સાહેબશ્રીને જણાવવાનું કે પી.જી.વી.સી.એલ કચેરીનાં વીજળીનાં થાંભલાઓ આવેલા છે જે માત્ર વીજળીનાં તારો માટે લગાવવામાં આવેલ છે અને જે થાંભલાઓ ઉપર અન્ય કોઈ પણ તાર કે કેબલ લગાવવા કે કોઈ પણ અન્ય ઉપયોગમાં આ થાંભલાઓનો॥ ૨ ॥
થવો જાઈએ નહીં. પરંતુ માંડવી તાલુકાનાં દુર્ગાપુર ગામે અનેક જગ્યાઓએ પી.જી.વી.સી.એલ કચેરીનાં થાંભલાઓ છે તેનાં ઉપર કોઈ પણ બિનજરૂરી કેબલો લગાવવામાં ન આવે તે ધ્યાન રાખવાની સંપુર્ણ જવાબદારી પી.જી.વી.સી.એલ કચેરીની છે જેથી દુર્ગાપુર ગામમાં ઉપરોકત કારણોસર કોઈ જાનહાનિ કે નુકશાન ન થાય તે માટે પી.જી.વી.સી.એલ કચેરીમાંથી આપની એક ટીમ દુર્ગાપુર ગામે મોકલી અને ઉપરોકત વિષયે કાયદેસર પગલા લેવા નમ્ર વિનંતી છે. અને જો પી.જી.વી.સી.એલ તેમના વિરૂધ્ધ પગલા નહિ લે તો અમો અરજદાર ન્યુઝ ચેનલોમાં, ન્યુઝ પેપરમાં તેમજ અન્ય આગળની કાર્યવાહી કરશુ. અને જો ઉપરોક્ત કારણોસર કોઈ જાનહાનિ કે નુકશાન થશે તો તેની સંપુર્ણ જવાબદારી પી.જી.વી.સી.એલ કચેરીની રહેશે જેની ગંભીર નોંધ લેશો.
નકાલ રવાના:-
(૧) મામલતદાર સાહેબશ્રી માંડવી મામલતદાર કચેરી
માંડવી-કચ્છ.
(૨) નાયબ કલેકટરશ્રી નાયબ કલેક્ટર કચેરી
મુન્દ્રા-કચ્છ.
(૩) કલેકટર સાહેબશ્રી કલેક્ટરશ્રીની કચેરી ભુજ-કચ્છ.
(૪)માંડવી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી માંડવી તાલુકા પંચાયત કચેરી,
માંડવી-કચ્છ.
(૫) તલાટી સહમંત્રી શ્રી
દુર્ગાપુર ગ્રામ પંચાયત કચેરી દુર્ગાપુર, તા.માંડવી-કચ્છ.