Download the ComplaintHub App

Download the ComplaintHub App

ભારતની શ્રેષ્ઠ જીયો ટેલીકોનના કર્મચારી દ્વારા ફાઈબર ઈન્સ્ટોલેશન વખતે અને ફરીયાદ નિવારણ વખતે થયેલ ખુબજ ખરાબ અનુભવ

Language:

જય હિંદ સાથે જણાવવાનુ કે,
ઉપરોક્ત જણાવેલ સરનામે તા.૦૨/૦૯/૨૦૨૪ નારોજ Jio Fiber કનેક્શન માટે વિનંતી કરતાં કંપનીના ટેકનિશીયન અમારા ઘરે આવીને દ્વારા JioFixVoice no. થી અમારા ઘરે ઈન્ટરનેટની સેવા માટે Jio Fiber નુ ઈન્સ્ટોલેશન કરી જતાં અમારા ઘરે ઈન્ટરનેટ સેવા ચાલુ થઈ ગયેલ. તા.૦૭/૦૨/૨૦૨૫ નારોજ અચાનક ઈન્ટરનેટ સેવા બંધ થઈ જતાં તા.૦૮/૦૨/૨૦૨૫ નારોજ મધ્ય રાત્રીએ કલાક:૦૦:૪૧ વાગ્યે MY JIO APP દ્વારા ઓનલાઈન ફરીયાદ નોંધાવેલ. જેનો SERVICE REQUEST NO. SROOOO27Y1Z1 છે. આ ફરીયાદ આધારે તા.૦૮/૦૨/૨૦૨૫ ના સવારે કલાક:૧૦:૩૦ વાગે Jio તરફથી ટેક્નિશયન આકાશ પટેલ ઘરે આવેલ હતા અને ઈન્ટરનેટ સેવા બંધ થવા અંગે તપાસ કરેલી અને અમોને જણાવેલ કે, “અગાઉ કંપનીના જે કોઈ ટેકનિશયને તમારા ઘરમા Jio Fiber નુ ઈન્સ્ટોલેશન કરેલ છે તે ખુબજ ખરાબ રીતે કરેલ છે અને ફાયબર કેબલ ખુલ્લો લટકટો છોડી દીધેલ હતો જેના લીધે ફાયબર કપાઈ ગયેલ છે અને રીપેરીંગ થાય તેમ નથી. તમારે ખાનગી ઈલેક્ટ્રીશન દ્વારા નવો ફાયબર નંખાવીને ફરીથી કોલ કરજો હું આજની તારીખમાં આવીને ઇન્ટરનેટની સેવા ચાલુ કરી જઈશ ” તેમ જણાવીને મારી ફરીયાદ હોલ્ડ રાખીને જતાં રહેલ. ત્યારબાદ ટેકનિશ્યન આકાશ પટેલની સલાહ મુજબ અમોએ ખાનગી ઈલેક્ટ્રીશીયનને બોલાવી ફાયબર નંખાવેલ જેમાં થોડો વધારે સમય લાગેલ. આ દરમ્યાન સાંજે કલાક:૧૬:૫૪ વાગ્યે ઉપરથી આકાશ પટેલનો કોલ આવેલ અને જણાવેલ કે “ફરીયાદ નિવારણના ૦૪ કલાક ની સમય મર્યાદા પુર્ણ થઈ ગયેલ છે જેથી તમારી કમ્પ્લેન ક્લોઝ કરાવવી પડશે તમે OTP આપજો તમારી કમ્પ્લેન ક્લોઝ કરી દઉ છુ. હું ડાયરેક્ટ તમારા ઘરે આવીને ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દઈશ હાલ તમારા મોબાઈલમાં એક OTP આવેલ છે તે મને આપો” તેવી વાત કરતાં અમોએ OTP આકાશ પટેલને આપી દીધેલ. ત્યારબાદ કલાક:૧૭:૨૦ વાગે મારા ઘરે અમારા ખાનગી ઈલેક્ટ્રીશીયને જિયો ફાયબર નાંખી દીધેલ હોવાથી ઈન્ટરનેટ સેવા ચાલુ કરી જવા માટે અમોએ કલાક: ૧૭:૨૫ વાગે ટેકનિશીયન આકાશ પટેલને તેમના ઉપર કોલ કરેલ પરંતુ એકદમ બેજવાબદાર વ્યક્તિ તરીકે તેઓએ જણાવેલ કે, “અમારો નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયેલ છે હું આવી નહી હવે જે કંઈ થશે તે કાલે જોઈશુ” તેમ જવાબ આપેલ. પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ રહેવાથી મારા ઘરમાં બાળકોના અભ્યાસને અસર થઈ રહેલ હોવાથી મે તેઓને હજી સમય છે તો ઈન્ટરનેટ સેવા ચાલુ કરી જવા ખુબજ વિનંતીઓ કરેલ પરંતુ તેઓ કોઈપણ વાત સાંભળવા તૈયાર ન હતા અને ફોન કટ કરી નાંખેલ. આમ અમોએ ક્યારેય વિચાર્યુ ન હતુ તેવુ જિયો જેવી દેશની પ્રતિષ્ઠીત અને શ્રેષ્ઠ સેવાઓ આપતી ટેલીકોમ કંપનીના બેજવાબદાર ટેકનિશીયનના વર્તનનો મને ખૂબજ ખરાબ અનુભવ થયેલ છે. હું આશા રાખુ છુ કે દેશની સૌથી શ્રેષ્ઠ ટેલીકોમ કંપનીના કર્મચારીઓ કંપનીની છબી ન ખરડાય અને ગ્રાહકો સાથે વિવેક પૂર્વક વર્તીને સેવાઓ આપે તેવી વ્યવસ્થા ઉભી કરશે. જય હિન્દ.

First published on:

Disclaimer

If you have not found any solution, or information related to your issue, or want guidance to get redressal of any unique problem/complaint then you can connect with us without any hesitation.

You can message us directly from our Contact Us page or mail us at SUPPORT - help.complainthub@gmail.com. We will respond to you with the procedure and guidance for your issues to get a faster resolution.

Previous article
Next article

Also Read

UPCL logo
Electricity

UPCL – Helplines to Register Electricity Complaints with Uttarakhand Power Corporation Limited (UPCL)

Zerodha Logo

Zerodha Help: How to File a Complaint to Zerodha Broking Ltd.?

MSPCL logo

MSPCL – The Helplines to Register Electricity Complaint to Electricity Board of Manipur State Power Company Limited

Varanasi Nagar Nigam logo

Varanasi Nagar Nigam (NNVNS): How to File a Complaint to Varanasi Municipal Corporation?